મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ


SHARE











મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ૫૦૦ ખેલૈયાઓ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસે ૫૦૦ ખેલૈયાઓ દ્વારા અંગદાન તેમજ દેહદાનનો સંકલ્પ કરવામાં આવેલ છે જેને રાજયના મંત્રીએ બિરદાવેલ છે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ સંકલ્પ નવરાત્રિનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહના જન્મ દિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનૂ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્રીજા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતનાઓ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં ૫૦૦ જેટલા ખેલૈયાઓ દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગદાન અને દેહદાન કરવાના સંકલ્પને બિરદાવયો હતો






Latest News