મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે ટકાતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સમાં ૧૧ માં માળેથી નીચે ટકાતા જા પામેલ મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સની બાંધકામ સાઈટ ઉપર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ૧૧ માં માળ ઉપરથી હિતેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે હાલ એલઇ કોલેજ રોડ મૂળ રહે ચલાલી કાલોલ પંચમહાલ વાળો નીચે ટકાયો હતો જેથી કરીને તેને માથામાં હેમરેજ અને શરીરે ગંભીરિજા થઈ હોવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રાત્રીના ૧૧ માં માળે તે આંટા મારતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાતા તેનું મોત નીપજયું છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માતાને માર માર્યો

મોરબી નજીકના ખાનપર ગામે રહેતા સરોજબેન પ્રેમજીભાઈ પીપળીયા (ઉંમર ૪૦) તેઓના ઘરે હતા ત્યારે તેને તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા સરોજબેન પીપળીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે બાઈક લઈને પસાર થઈ રહેલ મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪૧) રહે. મોરબી સબ જેલ સામે વાળાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મનોજભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News