મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રીએ દરગાહ મુદે કલેક્ટરને વધુ એક પત્ર લખીને કરી સ્પષ્ટતા


SHARE











મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રીએ દરગાહ મુદે કલેક્ટરને વધુ એક પત્ર લખીને કરી સ્પષ્ટતા

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી દ્વારા માળીયાના વવાણિયા ગામે સરકારી જમીન દરગાહને આપવા માટે પત્ર લખ્યો હતો જો કે, તેના લીધે હિન્દુ સંગઠનો નારાજ થયા હતા અને સોશિયલ મીડિયામાં ધમાસાણ શરૂ થઈ ગયું હતું દરમ્યાન મંત્રીએ આજે વધુ એક પત્ર કલેક્ટરને લખીને તેઓએ અગાઉ કરેલ લેખિત રજૂઆત રદ કરવી અને કોઇની લાગણી દુભાવવાનો તેમનો લેસ માત્ર ઇરાદો ન હતો તેવી સ્પષ્ટતા કરેલ છે

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરી છે કે, વવાણિયા ગામે દરગાહ માટે જમીન આપવા બાબતે આ ગામના વતની અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભાભાઈ જાડેજાએ રજૂઆત કરેલી હતી તે રજૂઆતને કલેક્ટરને માત્ર મોકલેલ હતી અને આ બાબતે કલેક્ટરને ક્યારેય રૂબરૂ, ફોન કે બેઠક રાખીને સૂચના આપી નથી એટલું જ નહીં તેમણે અગાઉ લખેલો પત્ર પાછો ખેંચી લીધો છે અને કલેક્ટરને સ્પષ્ટ જણાવ્યુ છે કે, આ બાબતની અગાઉની મારી લેખિત રજૂઆત રદ કરવી. સ્વભાવિક જાહેર જીવનમાં ધારાસભ્ય હોય કે મંત્રી હોય કોઈપણ રજૂઆત આવતી હોય તો સંબંધીતોને તબદીલ કરાતી હોય છે આ કિસ્સામાં પણ તેઓને મળેલ રજૂઆત માત્ર તબદીલ કરેલ છે તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી . એટલે ગેરસમજણ ન થાય તે માટે આ સ્પષ્ટતા મંત્રી દ્વારા કરવામાં આવી છે અને આમાં કોઇની લાગણી દુભાવવાનો મારે લેસ માત્ર ઇરાદો ન હતો તેવું પણ મંત્રીએ ખુલાસો કરતાં જણાવ્યુ છે અને વિશેષ ગેરસમજણ ન ફેલાય તે માટે આ ચોખવટ કરવી તેઓ દ્વારા કરવામાં આવી છે






Latest News