મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દીપકભાઈ ગુમાનસિંહ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર ૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરિયાની વાડીએ હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર તે વાડીએ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઇન્દ્રોડી ગામનો રહેવાસી સુરેશભાઈ પોલાભાઈ સિંધવ નામનો ૨૩ વર્ષનો યુવાન મોરબીથી ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં વેજલપર ગામના પાવર હાઉસ પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ થવાથી સુરેશભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના નવા ગામે રહેતો ધનજીભાઈ કાનજીભાઈ ધામેચા નામનો યુવાન બાઈક લઈને રણજીતગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રણજીતગઢ ગામના પાટીયા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મણીબેન રાજેશભાઈ પરમાર નામના ૪૭ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે તેઓ બાઈક સાથે અથડાતા ઇજાઓ થતા મણીબેનને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર નજીક આવેલ નવલખી પોર્ટના ક્વાર્ટરમાં રહેતા તૈયબભાઈ હુસેનભાઇ સુમરા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને ભાવપરથી બગસરા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક હોંકળામાં સેવાળાના લીધે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તૈયબભાઈ સુમરાને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા




Latest News