મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણીનું વિતરણ: મહિલાઓએ પાલિકા માથે લીધી !


SHARE







મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણીનું વિતરણ: મહિલાઓએ પાલિકા માથે લીધી !

મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહયું છે જેથી કરીને સ્થાનિક મહિલાઓ સહિત લોકો પાલિકાએ આવ્યા હતા અને પાલિકા માથે લીધી હતી તેમજ સ્થાનિક સભી ત્યાં હોવાથી તેની સાથે પણ લોકોને ચકમક જરી હતી

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાંથી મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પાણીની રજૂઆત કરવા માટે આવ્યું હતું ત્યારે ચીફ ઓફિસર હાજર ન હોય સ્થાનિકોએ હેડ ક્લાર્કને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું દૂધિત પાણી આવે છે જેથી કરીને આ પાણી પીવાની વાત તો દૂર રહી વાપરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાઈ તેવી શકયતા છે જેથી સ્થાનિક લોકોએ પાલિકામાં દૂધિત પાણી ઢોળીને રોષ વ્યક્ત કર્યો હતો અને દૂષિત પાણીનું વિતરણ બંધ કરીને લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે પાલિકાના હેડ ક્લાર્ક મહાવીરસિંહે જાડેજાએ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને લોકો પાલિકાએથી જતાં હતા ત્યારે જે વિસ્તારમાંથી લોકો આવ્યા હતા તે વિસ્તારના સદસ્ય ત્યાં આવ્યા હતા અને પાલિકાના સભ્ય અને લોકો વચ્ચે ચલમક જરી હતી






Latest News