મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

લોકશાહીનું ચીરહરણ: મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન પહેલા કોંગ્રેસ અને કિસાન સંઘના આગેવાનો નજર કેદ


SHARE







ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આજે મોરબીમાં રોડ શો યોજવાનો છે અને તેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ હાજર રહેવાના છે ત્યારે મોરબીમાં રૂડું રૂડું દેખાય તે માટે થઈને મોરબીના સનાળા રોડ સહિતના મુખ્ય વિસ્તારને દબાણ મુક્ત, ટ્રાફિક મુક્ત, ઢોરની સમસ્યા મુક્ત અને ગંદકી મુક્ત કરી આપવામાં આવ્યા છે આવી વ્યવસ્થા મોરબીમાં આડા દિવસે જોવા નથી મળતી તે હકીકત છે તેની સાથોસાથ જો બીજી વાત કરીએ તો એક બાજુ ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે અને લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે, પોતાની લાગણી રજૂ કરી શકે અને પોતાને કોઈ પણ બાબતનો વિરોધ હોય તો વિરોધ વ્યક્ત કરી શકે તેવી મોકળાશ હોવી જોઈએ પરંતુ આજે સાંજના સમયે મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં જે રોડ શો યોજાવાનો છે ત્યાર પહેલા પોલીસ વિભાગ દ્વારા હાલમાં કોંગ્રેસના આગેવાનો તથા કિસાન સંઘના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે એટલે કે કોંગ્રેસના આગેવાનો કે કિસાન સંઘના આગેવાનો પ્રજા વતી કે ખેડૂતો વતી પોતાની લાગણી કે પોતાની વાત પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી રજૂ કરવા ન જઈ શકે આવી વ્યવસ્થા હાલમાં મોરબીમાં ઊભી કરવામાં આવી છે જેથી કરીને ક્યાંકને ક્યાંક ભાજપમાં અંદરખાને પ્રજાનો, પ્રજાના પ્રતિનિધિનો તેમજ કિસાન સંઘના આગેવાનોનો ડર હોય તેવું દેખાઈ રહ્યું છે






Latest News