મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં


SHARE











ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં

મન હોય તો માંળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે. ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા.૨૦ ને મંગળવારના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી સંજયભાઈ રાજપરાને સાથે રાખી શ્રી સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામક સુનિલભાઈ પરમાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળાના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, ૫૨ શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ હતું અને દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.






Latest News