મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ


SHARE







મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ

મોરબી શહેરમાં આજે સાંજે ચાર વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો યોજાવાનો છે તેના માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી જો કે, છેલ્લી ઘડીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખજી દુર્લભજીભાઈ દેથરીયાના જણાવ્યા મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં આજે રોડ શો યોજવાનો છે તેના માટે જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાવા છે જેનો રૂટ ચેન્જ કરવામાં આવેલ છે પહેલા આ રોડ શો શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી શરૂ કરીને રામ ચોક ત્યાંથી જૂના બસ સ્ટેશન, નહેરૂ ગેઇટ ચોક, શાક માર્કેટ ચોક અને પાલિકા કચેરી પાસે તે પૂરો થવાનો હતો જો કે, છેલ્લી ઘડીએ રોડ શોના રૂટને ચેન્જ કરવામાં આવેલ છે અને ટૂંકાવી નાખવામાં આવ્યો છે જેથી કરીને આ મુદે દુર્લભજીભાઈ દેથરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાનો એક કલાકનો જ સમય મળ્યો છે જેથી કરીને સમયના અભાવના લીધે શનાળા રોડ સમયના ગેઇટથી શરૂ કરીને સીધા જ પાલિકા કચેરી થઈને શાક માર્કેટ ચોક સુધી જશે અને ત્યાં રોડ શો પૂરો કરવામાં આવશે ત્યારબાદ ત્યાંથી જે.પી.નડ્ડા સહિતના આગેવાનો જેલ રોડ થઈને ફરી પાછા રાજકોટ તરફ જવા માટે રવાના થઇ જશે






Latest News