મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા


SHARE







રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કથા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રજડતા ગૌવંશ માટે તેઓએ જે વાત વ્યાસપીઠ ઉપરથી બુધવારે કરી હતી તેના માટે ગુરુવારે કથામાં માલધારીઓની જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે, પશુપાલકો કહેવાને બદલે માલધારી શબ્દનો ઉપયોગ કર્યો જે એક  સમાજને ટાર્ગેટ કર્યો હોય તેવું લગતા હું માલધારી સમાજની માફી માંગુ છું

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથા બેસાડવામાં આવી છે અને બુધવારે કથા દરમ્યાન રજડતા ગૌવશ માટે કહ્યું હતું કે, “માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, દૂધ પચશે નહીં અને નામક હરામિ કહેવાય” જેથી માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને જેથી કરીને ગુરુવારે કથામાં રમેશભાઈ ઓઝાએ કહયું હતું કે, પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો હતો તે માટે માલધારી સમાજની હું કાન પકડીને માફી માંગુ છું




Latest News