મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા


SHARE







મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા

મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતોના ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયા છે જેથી લલિતભાઈ કગથરાએ સરપંચોને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના આધારે હાલમાં ૪૨ ગામમાં ખેતીના પાકોને થયેલા નુકશાનનો સર્વે શરૂ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કેસરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસતલતુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું તે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકશન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા હતા તેવામાં ટંકારા પડધરીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ ૨૫ જેટલા સરપંચોને સાથે રાખીને રાજયના મુખ્યમંત્રીને આ અંગેની રજૂઆત કરી હતી અને પાકના નુકશાનનો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારને ખેડૂતોને વળતર આપવું જ પડશે તેવી તેઓએ લાગણી વ્યકત કરેલ છે






Latest News