વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સંચાલકો દ્રારા પુ.ભાઇશ્રી અને પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાને સન્માનીત કરાયા


SHARE







મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સંચાલકો દ્રારા પુ.ભાઇશ્રી અને પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાને સન્માનીત કરાયા

મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનુ શાલ ઓઢાળી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવામાં આવ્યા હતા.મોરબી પટેલ સમાજ વાડી-શક્ત શનાળા મુકામે કોરોના માં મૃત્યુ પામનાર દીવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી-માળિયા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ છે જેમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન છે, જેમના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી તથા જયેશભાઈ રૂપારેલ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ હતુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડપેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ સેવા, નેબ્યુલાઈઝર સેવા, ઓક્સિમિટર સેવા, એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, હોમ આઈસોલેટ દર્દીઓ માટે ડોક્ટર ની સેવા સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. આ તકે શ્રી કાંતિલાલ અમૃતિયા તથા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોરબી જલારામ મંદિરની સેવાને બિરદાવવા માં આવી હતી.




Latest News