મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ ઉપરના ખાડામાં સ્કૂટર સ્લીપ થતા મહિલા સારવારમાં


SHARE







મોરબીમાં રોડ ઉપરના ખાડામાં સ્કૂટર સ્લીપ થતા મહિલા સારવારમાં

મોરબી શહેર અને જિલ્લાના હાઇવે સહિતના વિસ્તારોના રસ્તાઓના કચરઘાણ બોલી ગયા હોય અને લોકો મગરમચ્છની પીઠ સમાન રોડ-રસ્તાથી ત્રાહિમામ થઈ ગયા છે.દરમિયાનમાં ગઈકાલે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્કૂટર લઈને જતી મહિલાનું સ્કૂટર ખાડામાં પડતા તેણીને પણ સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા સોનલબેન ભરતભાઈ દેથા નામની મહિલા સ્કુટર લઇને સામાકાંઠે જતા હતા ત્યારે પરશુરામ પોટલીના ગ્રાઉન્ડ પાસે તેઓનું જયુપીટર રોડ ઉપરના ખાડામાં પડતા વાહન સ્લીપ થઈ ગયું હતું અને તેને લઇને ઇજાઓ થતા સોનલબેન ભરતભાઈને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાંથી એક આશરે ૪૫ વર્ષના યુવાનને અર્ધબેભાન હાલતમાં ૧૦૮ વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ માટે સીવીલે જતા યુવાન પોતાની મરજીથી રજા લઈને જતો રહેલ હોય બનાવ સંદર્ભે હાલ આગળની કોઈ બાબત જાણવા મળેલ નથી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને તળાવીયા શનાળાની વચ્ચે આવેલ શ્યામ સિરામીકની પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા સંજયભાઈ ચંદુભાઈ દહીયા નામના ૨૫ વર્ષીય (રહે.વઢવાણ જી.સુરેન્દ્રનગર) નામના યુવાનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ પથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના પટેલ કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા હસમુખભાઈ નિમચંદભાઈ મહેતા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ બાઈકમાં જતા હતા ત્યારે જૈન દેરાસર પાસે અજાણ્યા બાઈક ચાલકે તેઓના બાઇકને ટકકર મારતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મજુર સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ એમ્બીરા સીરામીક નામના યુનિટમાં કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પટકાતા રાહુલ રામદ્રષ્ટભાઈ પટેલ નામના મજૂર યુવાનને ઇજાઓ થવાથી તેને શહેરની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતો પાર્થ મધુકાંતભાઈ રામાનુજ નામનો ૧૯ વર્ષીય યુવાન ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે તે બાઈકના પાછળના ભાગે બેઠેલો હોય અને બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બંને બનાવોની હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તેમજ ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News