મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

લોકશાહીને ટોળાશાહી તરફ લઈ જશું તો રાજ્ય કે રાષ્ટ્રનું ભલું થશે નહીં: ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


SHARE







લોકશાહીને ટોળાશાહી તરફ લઈ જશું તો રાજ્ય કે રાષ્ટ્રનું ભલું થશે નહીં: ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ગુજરાતના દરેક શહેરની અંદર રસ્તા ઉપર રજડતા ગૌવંશો જોવા મળતા હોય છે જેથી કરીને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાએ મોરબીમાં ચાલતી કથા દરમિયાન રસ્તે રજડતા ઢોર મુદ્દે આકરી ટીકા કરી હતી અને ગૌવંશોને રસ્તે રજડતા મૂકવાના બદલે તેનું જતન કરવામાં આવે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી જો કે, કેટલાક રાજકીય આગેવાનો દ્વારા તેઓના આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ કહેવામાં આવ્યું છે અને ભાઇશ્રીને તેના શબ્દો પાછા લેવાની માંગણીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રજડતા ગૌવંશોની સમસ્યા છે જેથી હાઇકોર્ટે પણ તેની નોંધ કરી છે ત્યારે શાસન, પ્રશાસન અને સમાજ સાથે મળીને આ સમસ્યાનો નિકાલ કરે તે જરૂરી છે અને જો લોકશાહીને ટોળાશાહી તરફ લઈ જશું તો રાજ્ય કે રાષ્ટ્રનું ભલું થશે નહીં

મોરબીમાં ચાલતી ભાગવત સપ્તાહ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દરેક શહેરમાં રસ્તે રજડતા ગૌવંશો જોવા મળે છે જેથી કરીને તેઓએ જણાવ્યું હતું કે ગાયોની સેવા કર્યા વગર તેનું દૂધ પીસો તો પચે નહીં અને માલધારીઓ તેમજ પશુપાલકોને ગૌવંશોને રસ્તે રજડતા ન મૂકવા માટે થઈને તેઓ દ્વારા વ્યાસપીઠ ઉપરથી કહેલ હતું જેને લઈને કેટલાક આગેવાનો દ્વારા રમેશભાઈ ઓઝાની આ વાતને દુર્ભાગ્ય પુર્ણ ગણાવવામાં આવી છે અને કેટલાકે ભાઇશ્રીને તેના શબ્દો પાછા લેવા માટેની પણ વાત કરી છે ત્યારે રમેશભાઈ ઓઝા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર રસ્તે રજડતા ગૌવંશોની સમસ્યા છે અને તેની નોંધ હાઈકોર્ટે પણ કરેલ છે હાલમાં ગુજરીતના શહેરોના રસ્તાઓ હાલમાં ગૌશાળા બની ગયા છે ત્યારે આ મુદ્દાને રાજકીય રંગ આપવાનું બંધ કરીને જનકલ્યાણની વાત જનપ્રતિનિધિઓએ કરવાની જરૂર છે અને ગાયને રસ્તે રજડતી મૂકીને તો પાપ કરીએ જ છીએ ત્યારે શાસન, પ્રશાસન અને સમાજ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને છેલ્લે તેઓ એવું પણ જણાવ્યું હતું કે લોકશાહીને ટોળાશાહી તરફ લઈ જશું તો રાજ્ય કે રાષ્ટ્રનું ભલું થશે નહીં મૈ સદભાવના સાથે વ્યાસપીઠ ઉપરથી કરેલી વાતને દુર્ભાગ્યપૂર્ણ કેટલાક લોકો કહે છે તેને ભગવાન સંમતિ આપે અને હાલમાં ગુજરાતના દરેક શહેરોની અંદર જે સમસ્યા છે તેનું વહેલી તકે સમાધાન શોધી લાવે તે જરૂરી છે




Latest News