મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની સુરજબારી ચેકપોસ્ટ પાસે રોડ સાઈડમાં પડેલ કાર સાથે ટ્રક અથડાતા કારનો ભૂક્કોઃ ટ્રક ચાલકની ધરપકડ


SHARE







માળીયા (મી)ની સુરજબારી ચેકપોસ્ટ પાસે રોડ સાઈડમાં પડેલ કાર સાથે ટ્રક અથડાતા કારનો ભૂક્કોઃ ટ્રક ચાલકની ધરપકડ

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ સામખયારી ચેકપોસ્ટ પાસે ઇનોવા કારને રોડ સાઈડમાં પાર્ક કરવામાં આવી હતી ત્યારે ટ્રક ચાલકે ધડાકાભેર તેનો ટ્રક ઇનોવા કાર સાથે અથડાવ્યો હતો જેથી કરીને કારનો ભૂકો બોલી ગયો હતો અને કારમાં નુકસાન થયું હોવાથી હાલમાં માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ભુજના રહેવાસી અને ડ્રાઇવર તરીકે કામ કરતા ભાવેશભાઈ હકમાંભાઈ ચૌધરી (ઉંમર 31)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે 52 જીએ 8642 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની ઇનોવા કાર નંબર જીજે 18 જીએ 1509 સુરજબારી ચેકપોસ્ટથી આગળના ભાગમાં રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભી રાખેલ હતી ત્યારે ટ્રક ચાલકે પાછળથી ધડાકાભેર પોતાનો ટ્રક કારમાં અથડાવ્યો હતો જેથી કરીને કારનો સંપૂર્ણ ભૂકો બોલી ગયો હતો અને કારમાં નુકસાન થયું હોવાથી ભાવેશભાઈ ચૌધરી દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને લઈને માળિયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસ દ્વારા ટ્રક ચાલક બાબુલાલ ગોપાલલાલ યાદવ જાતે યાદવ ઉંમર વર્ષ 38 રહે હાલ લક્ષ્મીનગર જય અંબે વેબ બ્રિજની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

એક બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ગેલ ભવાની હોટલ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજીતભાઈ ઉર્ફે અજલો મનસુખભાઈ ડાભી જાતે કોળી ઉમર 19 રહે રાજસ્થાળી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News