મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મોરબામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને ભાઈશ્રીની હાજરીમાં આયુષ્ય યજ્ઞ યોજાશે


SHARE







કોરોના દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય બની ગયું છે. તે સમયે પ્રસન્નતાની વાત એ છે કે તારીખ 12.09 થી 18.09 સુધી ચાલનારી આ કથા દરમિયાન તા. 17 ના રોજ, સમગ્ર વિશ્વમાં ભારત દેશનું મસ્તક ઉન્નત કરનાર, કરોડો ભારતીયોના હૃદયસમ્રાટ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 72 મો જન્મદિવસ છે. સમગ્ર ભારતવાસીઓ મોદીજીના દીર્ઘાયુષ્યની કામના કરી રહ્યા છે

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં, અનોખી એવી સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા, સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી આર્યાવર્તની અસ્મિતાની ધજા પતાકા લહેરાવાઈ રહી છે. આ સમયે કાંતિભાઈ અમૃતિયા દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન નિશ્રામાં પ્રધાનમંત્રીના 72 મા જન્મદિવસે, 17 શનિવારના રોજ, બપોરે 3:30 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને નરેન્દ્રભાઈ મોદીજીના દિર્ઘાયુષ્ય માટે સનાતની વૈદિક પદ્ધતિથી આયુષ્ય યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. અને મોદીજીના લાંબી આવરદા માટે સમગ્ર ભારત દેશમાં વિવિધ યજ્ઞો, વિવિધ કાર્યક્રમો યોજાનાર છે એવા સમયે, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા મોરબીમાં છે ત્યારે, અદભુત એવો આયુષ્ય યજ્ઞ સંપન્ન થશે એ આપણા સર્વે માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે તેમજ કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા મોરબીમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલના સહયોગથી કથા સ્થળ ખાતે તારીખ 17 અને 18 ના રોજ સવારે 9:00 થી બપોરના 4:00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે રક્તની બોટલો જરૂરિયાત મંદોને જીવ બચાવવા માટે ઉપયોગી થાય તે પ્રકારની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા ગોઠવવામાં આવે છે




Latest News