મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીને બાબરા પોલીસે દબોચ્યો : બે આરોપીને પકડવા માટે તજવીજ


SHARE







મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીને બાબરા પોલીસે દબોચ્યો : બે આરોપીને પકડવા માટે તજવીજ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે છ આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હતા જે પૈકીનાં એક આરોપીને ઝપી લેવામાં આવેલ છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે.

મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં રાજકોટ શાખામાંથી  તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા તે સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ આવીને હુમલો કર્યો હતો અને રોકડા ૧.૧૯ કરોડ રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે અગાઉ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ, સવસીભાઇ હકાભાઈ ગરંભડિયા, સુરેશ મથુરભાઇ ગરંભડિયા, પંકજ કેશા ગરંભડિયા, અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ અને ઈમરાન અલ્લરખા ચૌહાણ પકડાય હતા જેની પાસેથી ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હતા જેમાં વનરાજ ઉર્ફે રવિ જાદવભાઇ રંગપરા જાતે કોળી, દેવાયત ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક અને કાળુ ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક રહે. ત્રણેય કસવાડી તાલુકો સાયલા જીલ્લો સુરેન્દ્રનગર વાળાના નામ સામે આવ્યા હતા જેમાંથી પ્રભાત ઉર્ફે કાળુ ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક (૨૧) રહે. કસવાડી તાલુકો સાયલા જીલ્લો સુરેન્દ્રનગર વાળાને બાબરા પોલીસે ધરપકડ કરી હતી અને તે આરોપીને મોરબી પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે તેને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે અને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News