મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ


SHARE







વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ

મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં મલનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની સામે સામે માંગ નહિવત હોવાથી એક મહિનો ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવા માટેનો મોરબી સિરમાઈક એસો. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવતીકાલે એક મહિનો પૂરો થતાં એકી સાથે મોરબીના ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને છેલ્લા એક મહિનાથી ઉદ્યોગ બંધ હોવાથી બજારમાં માલની સારી માંગ નીકળશે તેવી સહુ કોઈને હાલમાં આશા અને અપેક્ષા છે

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કરીને છેલ્લા એક મહિનાથી આ કારખાના બંધ હતા અને મોરબી સિરામિક એસો.ના હોદ્દેદારો સહિતના દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સભ્યોએ ખૂબ જ સારી રીતે સહકાર આપેલ છે જો કે, કારખાના બંધ કરવામાં આવ્યા તે પહેલા માલના ઉત્પાદન કરતાં માંગ ઓછી હતી જેથી કરીને ઉદ્યોગકારોને મુશ્કેલી હતી માટે બજારમાં માંગ અને પુરવઠાનો નિયમ જળવાઈ રહે તે માટે અને બજારમાં માંગ હોય તો માલનો પૂરતો ભાવ માટે તે માટે એક મહિનો કારખાનાને બંધ કરવામાં આવ્યા હતા જો કેએક મહિના સુધી કારખાના બંધ હોવાથી હવે અચ્છે દિન આવશે તેવી અપેક્ષા સાથે કાલથી મોરબીના ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં સિરામિકનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગ નહિવત છે કેમ કે, કારખાનાને એક મહિના પહેલા જ્યારે બંધ કરવામાં આવ્યા હતા ત્યારે મોટા ભાગના ડીલરો, વેપારીઓ  સહિતનોએ માલનો સ્ટોક પોતાના ગોડાઉનમાં કરી લીધો હતો જે માલ આજની તારીખે પણ તેના ગોડાઉનમાં ભરેલ છે અને અહીના ઉદ્યોગકારોના કારખાનામાં પણ તૈયાર માલથી ગોડાઉન છલકાઈ રહ્યા છે જેથી કરીને ઉદ્યોગકારો હાલમાં મૂંઝવણમાં મુકાયા છે એક બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો હજુ પહેલા હતા તેવી જ રીતે મોઢું ફાડીને ઊભા છે સાથોસાથ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટ માર્કેટમાં પણ નજીકના દિવસોમાં મોટી માંગ સિરામિકની નીકળે તેવું દેખાતું નથી ત્યારે કાલથી  એક સાથે ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે કે ઘટશે તે તો સમય જ બતાવશે






Latest News