મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમનો અજીબ કિસ્સો: સગી ભાભી સાથે લગ્નની જીદ બાદ યુવાને ભર્યુ અંતિમ પગલું


SHARE











મોરબીમાં પ્રેમનો અજીબ કિસ્સો: સગી ભાભી સાથે લગ્નની જીદ બાદ યુવાને ભર્યુ અંતિમ પગલું

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘેર ગળેટુંપો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હતું અને મૃતદેને પીએમ માટે ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવાનને તેના સગા ભાભી પસંદ હોય અને તેની સાથે લગ્ન કરવા હોય પરંતુ સામાજિક રીતે આ બાબત શક્ય ન હોય માટે યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું..!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં જારીયા પાનની પાસે આવેલ રહીમભાઈના મકાનમાં રાહુલ છગનભાઈ મકવાણા જાતે નાથબાવા નામના ૨૩ વર્ષીય યુવાને ગત મોડી રાત્રિના ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હતું અને બનાવની જાણ થતા ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આ અંગે પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, મૃતક રાહુલ મકવાણાને તેના સગા મોટાભાઈના પત્ની એટલે કે તેના સગી ભાભી સાથે પ્રેમ થઈ ગયો હોય અને તેની સાથે જ લગ્ન કરવા હતા પરંતુ સામાજિક રીતે આ શક્ય ન હોય પરિવારે આ બાબતની ના પાડી હતી અને તે વાતનું મનોમન લાગી આવતા રાહુલે ગતરાત્રિના અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આધેડ સારવારમાં

મોરબીના ગ્રીનચોક નજીકની કંસારા શેરીમાં રહેતા ચંદ્રેશભાઇ નટવરભાઈ પારેખ નામના ૫૫ વર્ષના આધેડ વિસીપરામાં આવેલ જીનના ઓટલા પાસે બેઠા હતા ત્યાં તેઓ અચાનક નીચે ઢળી પડતા ઇજાગ્રત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામના અજયભાઇ કાનજીભાઈ લોરીયા નામના ૫૪ વર્ષીય આધેડ માલવણ-અમદાવાદ હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થતા તેઓને અત્રેના સામાકાંઠે માળિયા ફાટક નજીક રામધન આશ્રમ સામે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

સગીર સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતો ધ્રુવ મેરામભાઇ ડાંગર નામનો ૧૫ વર્ષીય સગીર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને બનાવની વધુ તપાસ માટે તેઓએ માળિયા પોલીસને જાણ કરી હતી.






Latest News