મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત


SHARE







મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત

મોરબીના રવાપર ગામ નજીક આવેલ અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી કરીને લોકોને હાલાકીને દૂર કરવા માટે અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે નાલું મોટું કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા પાણી પુરવઠા મંત્રી રૂષીકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ત્યાં વાહનો વધુ પડતા દોડતા હોવાથી કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે અને લોકોની તકલીફને દૂર કરવા માટે મચ્છુ-૨ ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરવામાં આવે તે જરૂરી છે




Latest News