મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેનની મોટી દુર્ઘટના, અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડતા: બેના મોત, પાંચનો બચાવ


SHARE







વાંકાનેર રેલવે સ્ટેશન પાસે આજે સવારના સમયે રેલવેની સ્પેશિયલ ટ્રેનમાં કોચ લગાવવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યારે એન્જિન થી વધુ ધક્કો લાગી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં કામગીરી કરતા રેલવેના સાત કર્મચારીઓ ગંભીર રીતે કોચની વચ્ચે ફસાઈ ગયા હોય તે અંગેનો મેસેજ આવેલ હતો જેથી રેલવેના અધિકારી સહિતના તમામ વિભાગોના અધિકારીઓ તેની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા અને રેલવેના કોચની વચ્ચે ફસાયેલ રેલવે કર્મચારીઓમાં બેના મોત થયા હોવાનો મેસેજ આપવામાં આવેલ હતો અને પાંચ ફસાયા હતા તેને બહાર કાઢવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી હતી અને રેલવેના કોચની વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કોચને ગેસ કટર વડે કાપીને તેમાંથી લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી જોકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ સમગ્ર અકસ્માતની ઘટના મોકડ્રીલ હોવાનું સામે આવતા અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો






Latest News