મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબીના ગાંધીચોક નજીક રહેતા અને મૂળ અમદાવાદના પટેલ વૃદ્ધને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના જયપાસસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક વિસ્તાર નજીક રહેતા અને જયાં ત્યાં ભટકીને ભિક્ષુક જેવું જીવન વિતાવતા ચંદુભાઈ છગનભાઈ પટેલ (ઉમર ૬૦) કે જેઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું બાદમાં જાણવા મળેલ છે તેઓને ગત તા.૧-૯ ના રોજ બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એકાદ દિવસની સારવાર બાદ તા.૨-૯ ના રોજ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન આજે તા.૬-૯ ના વહેલી સવારે સવા બે વાગ્યાના અરસામાં ચંદુભાઇ પટેલનું મોત નિપજયુ હતુ અને તેઓના અમદાવાદ ખાતે રહેતા સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીની લુહાર શેરી કુબેરનાથ મહાદેવના મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ મેરૂભાઈ ચૌહાણ નામના ૪૬ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીની મોચીશેરીમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૨ વર્ષના વૃદ્ધને પણ મારામારીના બનાવમાં ઈજા થતા તેમને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુનાફ હનીફભાઈ મકરાણી નામના ૧૦ વર્ષના બાળકને મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે મેઇન રોડ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ વાસુરભાઈ રાજાભાઈ બોરીચા નામના ૬૦ વર્ષીય આધેડને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે મસ્જીદ વિસ્તારમાં રહેતા રમઝાન સીદીકભાઈ હિંગરોજા નામનો ૩૨ વર્ષનો યુવાન આડેસર ગામના પીએચસી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાનમાં તે નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો




Latest News