મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગર-નવાપરામાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના આરોગ્યનગર-નવાપરામાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા

વાંકાનેરના આરોગ્યનગર અને નવાપરા વિસ્તારમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ જુગારી જુગાર રમતા પકડાયા હતા અને પોલીસે ૨૯૬૩૦ રૂપિયાની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં દેવીપુજક વાસમાં ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા રાજેશભાઈ પથુભાઈ વિરમગામિયા, રણજીતભાઈ મગનભાઈ સોલંકી, શાંતિભાઈ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ ચારોલીયા અને પ્રકાશભાઈ ઉર્ફે પ્રકાશ રાજુભાઈ ચારોલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨૩૮૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારની અંદર રહેતા અમરશીભાઈ ઉઘરેજાના ઘર પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા અમરશીભાઈ સગ્રામભાઇ ઉઘરેજા, બાબુભાઈ પોપટભાઈ કોળી, સતિષભાઈ બટુકભાઈ જોગડીયા, અજયભાઈ મહેશભાઈ રાઠોડ અને વિજયભાઈ વ્રજલાલભાઈ કારીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭૨૫૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીરે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News