મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક રસ્તામાં ખાડો આવતા ટ્રેક્ટરમાંથી નીચે પટકાયેલ બાળકી ઉપર તોતિંગ વ્હીલ ફરી વળતાં મોત


SHARE







મોરબી નજીક રસ્તામાં ખાડો આવતા ટ્રેક્ટરમાંથી નીચે પટકાયેલ બાળકી ઉપર તોતિંગ વ્હીલ ફરી વળતાં મોત

મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તામાં ખાડા હોવાના કારણે અવારનવાર નાના મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે આવી જ રીતે મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેક્ટર લઈને જઈ રહેલ યુવાન સાથે તેની દીકરી ટ્રેક્ટરના પંખા ઉપર બેઠી હતી ત્યારે રસ્તામાં ખાડો આવતા ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ બાળકી નીચે પડી ગઈ હતી અને ટ્રેક્ટરનું વ્હીલ તેના ઉપરથી ફરી વળતા પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકીની માતાએ ટ્રેક્ટર ચાલક બાળકીના પિતા સામે ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં બગથળા ગામે રહીને મજૂરી કામ કરતા રાયદાબાઈ પ્યારસિંહ ડાવર જાતે આદિવાસી (૩૫) એ તેના પતિ પ્યારસિંહ નરસિંગ ડાવર જાતે આદિવાસી (૩૫) ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવી છે કે બગથળા ગામે અંકાસર હનુમાનજીના રસ્તે જવાના રસ્તા ઉપરથી તેના પતિ એચએમટી કંપનીનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા ટ્રેક્ટરમાં ફરિયાદીના પતિની સાથે બેઠેલ તેની દીકરી જ્યોતિબેન પ્યારસિંહ ડાવર (૫) ટ્રેક્ટરના પંખા ઉપરથી નીચે પડી ગઈ હતી અને ત્યારે તેના ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતાં માથામાં ગંભીર ઇજા થવાના કારણે બાળકીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક બાળકીની માતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક બાળકીના પિતાની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News