મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને માર મારનારા કારખાનેદાર સહિત છ ની ધરપકડ


SHARE







મોરબીના સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને માર મારનારા કારખાનેદાર સહિત છ ની ધરપકડ

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટર તેના હિસાબના રૂપિયા લેવા માટે ગયો હતો ત્યારે તેને કારખાનેદાર સહિતનાઓએ માર માર્યો હતો જેથી કરીને મારા મારીની જે તે સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સામાસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે હાલમાં કારખાનેદાર સહિતના કુલ મળીને ૬ આરોપીઓનો ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના પીપળી રોડે આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીરસિંગ જાટ અને યોગેન્દ્રસિંગ જાટ રહે. રંગપર વાળાને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા ખુલ્લી તલવાર સાથે આવીને કારખાનામાં થોડા દિવસો પહેલા આંતક મચાવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ હતી અને અગાઉ પોલીસે પ્રકાશભાઇ નરભેરામભાઇ બારૈયાની ફરિયાદ આધારે કોન્ટ્રાકટર રણદીપસિંગ તથા યોગેન્દ્રસીંગની ધરપકડ કરી હતી જો કે, સમાપક્ષેથી મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં રંગપર ગામે રહેતા રણદીપસિંગ પરમજીતસિંગ જટ્ટ જાતે સરદારજી (૪૧)એ સ્પેન્ટાગોન સિરામિક કારખાનાના કારખાનેદાર પ્રકાશભાઇ, પિન્ટુભાઇ, રજનીભાઇ, મંથનભાઇ, વિશાલભાઇ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને સ્પેન્ટાગોન સીરામીક કારખાનામા જનરેટરનો ઓપરેટર તથા સ્પેરપાર્ટનો કોન્ટાક્ટ રાખ્યો હતો જેના હિસાબના નવ લાખ રૂપિયા લેવાના હતા તે લેવા માટે ઓફિસે ગયેલ ત્યારે હિસાબના રુપિયા માગતા આરોપીઓને સારુ નહિ લાગતા પ્રકાશભાઈએ ડાબા પગમા તથા છાતીના ભાગે લાકડા વડે માર માર્યો હતો અને પિન્ટુભાઈએ ગાળો આપી હતી તેમજ ફરિયાદીના ભત્રીજા યોગેન્દ્રસિંગને પ્રકાશભાઈએ ધોકો માર્યો હતો અને પિન્ટુભાઈએ ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી ત્યાર બાદ તેના ઘરે આવીને બાકીના ચારેય આરોપીઓએ બહાર ઉભા રહીને પથ્થરના છુટા ઘા કરીને ઓફિસ અને મકાનની બારીઓના કાચ તોડી નાખ્યા હતા તેમજ એસી તોડી નાખ્યું હતુ અને બાઇક નંબર જીજે ૩૬ એબી ૬૭૭૫ તોડી નાખીને સળગાવી નાખ્યું હતું જેથી કરીને પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૪૩૫, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં પ્રકાશભાઇ નરભેરામભાઈ બારૈયા (૩૨), પિન્ટુભાઇ નરભેરામભાઈ બારૈયા (૩૫), રજનીભાઇ કાંતિભાઈ ભૂત (૩૬), મંથનભાઇ દયાળજીભાઈ ભોરણિયા, , વિશાલભાઇ રામજીભાઇ કલારિયા અને વિકાસભાઈ યોગેશભાઈ ઘોડાસરા રહે. બધા મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે






Latest News