જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે જુગાર રમતા બે પૈકી એક પકડાયો એક ફરાર


SHARE









મોરબીના સામાકાંઠે જુગાર રમતા બે પૈકી એક પકડાયો એક ફરાર

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી નજીક જાહેરમાં જુગાર રમવામાં આવતો હોય સીટી બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરી હતી.ત્યારે રોકડ રકમ સાથે એક ઇસમ સ્થળ ઉપરથી પકડાયો હતો જ્યારે એક તકનો લાભ લઈને ભાગી છુટયો હોય બંને વિરુદ્ધ હાલમાં જુગારધારા મુજબ ગુનો નોંધીને ભાગી છુટેલા ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઈવે ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામકુવા પાસે રેડ કરી હતી જ્યાં બે શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય પોલીસની રેડ દરમિયાન પ્રવિણ રઘાભાઇ સનુરા જાતે કોળી (૩૪) રહે.ત્રાજપર ખારી આંગણવાડી પાસે મોરબી-૨ વાળો રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે પકડાયો હતો જ્યારે સ્થળ ઉપરથી સિરાજ રહે.મચ્છીપીઠ રામકુવા પાસે ત્રાજપક ખારી મોરબી-૨ વાળો ભાગી છુટયો હોય બંને વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભાગી ગયેલા સિરાજની શોધખોળ ચલાવવામાં આવી રહી છે

દવા પી જતા સારવારમાં

ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રહેતો વિપુલ ચીમનભાઈ મોહનિયા નામનો ૧૮ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર અજાણી દવા પી જતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ બિહારના પડરીયા ગામના રહેવાસી રાજન નંદકિશોરસિંગ બની નામના ૨૭ વર્ષીય યુવાનને ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ નજીક કોઈ જનાવર કરડી જતા તેને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ વૃંદાવન પેલેસમાં રહેતા ભાનુબેન પ્રવીણભાઈ ગાંભવા નામના ૫૪ વર્ષીય આધેડ મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રાસ્ત થયેલા ભાનુબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ અવની ચોકડી પાસે આવેલ અમૃતનગર વિસ્તારમાં રહેતો સૂચિત શાંતિલાલભાઈ મારવાણીયા નામનો ૨૭ વર્ષનો યુવાન રાજકોટ હાઇવે ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે લજાઈ નજીક આવેલ ડ્રીમલેન્ડ પાસે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવના પગલે હાલમાં એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News