મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને અપમાનિત કરનારાની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે પરિણીતાની છેડતી કરીને અપમાનિત કરનારાની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે થોડા દિવસો પહેલા ઊભી હતી ત્યારે ત્યાંથી નીકળેલા શખ્સે મહિલાનું બાવડું પકડીને તેને બાઈકમાં બેસી જવા માટે કહ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપીને જાહેરમાં જ્ઞાની પ્રતિ અપમાનિત કરી હતી જેથી કરીને મહિલા દ્વારા તે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલા વિસ્તારની અંદર રહેતી મહિલા પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે તે વિસ્તારમાંથી નીકળેલ ચતુરભાઈ પ્રજાપતિએ મહિલાનું બાવડું પકડીને તેને મોટર સાયકલમાં બેસી જવા માટે કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગાળો બોલીને જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી હતી તેમજ મહિલા અને તેના પતિ સાથે ઝપાઝપી કરી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ પ્રજાપતિ નામના શખ્સની સામે છેડતી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી કરીને છેડતીના ઉપરોક્ત બનાવમાં તપાસ અધીકારી ડીવાયએસપી પઠાણ દ્વારા ચતુરભાઈ લાલજીભાઈ સનાપરા જાતે પ્રજાપતિ (ઉંમર ૫૩) રહે.વાવડી રોડ રવિપાર્ક સોસાયટી શેરી નંબર-૨ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ મેરજા નામના સતાવન વર્ષના આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની શુભ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતા હાલમાં મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મોટીબરાર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં હનીફભાઈ જાનમામદભાઈ જેડા નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માધાપર વિસ્તાર નજીક રહેતા હિતેશ સવાભાઈ દેલવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને વાવડી રોડ નજીક તેના પત્ની દ્વારા પાઇપ મારવામાં આવતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.






Latest News