મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કમરના દુખાવા અને બીપીની બીમારીથી કંટાળી દવા પી લેતા વૃદ્ધાનું મોત


SHARE







મોરબીમાં કમરના દુખાવા અને બીપીની બીમારીથી કંટાળી દવા પી લેતા વૃદ્ધાનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા વૃદ્ધાને કમરની ગાદીનો અસહ્ય દુખાવો હોય તેમજ બીપીની બીમારી સબબ તેઓએ ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકળા ખાઈ લેતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા લીલાવંતીબેન રામજીભાઈ દેત્રોજા નામના ૭૫ વર્ષના વૃદ્ધાએ તેઓના ઘેર ઘઉમાં નાંખવાના ટીકળા ખાઈ લેતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લીલાવંતીબેન દેત્રોજાનું મોત નીપજયુ હતું.જે અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ રામજીભાઈ દેત્રોજા (૪૩) રહે.નીચી માંડલ તા.જી.મોરબી વાળાએ તાલુકા પોલીસમાં બનાવ અંગે જાણ કરી હતી અને હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાસાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક લીલાવંતીબેનને છેલ્લા દોઢેક વર્ષથી કમરમાં ગાદીનો દુખાવો રહેતો હોય અને તે દુખાવા અસહ્ય હોવાના લીધે તેમજ શરીરને સોજા ચડી જતા હોય અને ચાલવામાં પણ મુશ્કેલી થતી હોય સાથોસાથ બીપીની પણ વધુ પડતી દવાઓ પીવી પડતી હોય બીમારીથી કંટાળીને તેઓએ તા.૩૧-૮ રાત્રીના સમયે ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને તેઓનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના બીલીયા ગામે થયેલ મારામારીના બનાવમાં દેવશીભાઈ ભીખાભાઈ મુંધવા (૩૬) અને હિરલબેન દેવશીભાઈ મુંધવા (૧૯) ને ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાગરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામે મજૂરી કામના પૈસા બાબતે થયેલ બોલાચાલી દરમિયાન ઝપાઝપીમાં ઇજાઓ થતા આરસિંગ ઉંમરલાભાઈ રાઠોડ જાતે આદિવાસી (૨૭) હાલ રહે.અમરાપર વાળાને ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ અરૂણોદયનગર વિસ્તારમાં રહેતો મંગલ ભવાનભાઈ જાદવ નામનો ૩૦ વર્ષનો યુવાન ગત તા.૨૮-૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં જોધપર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં કૂતરું આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી રોડ ઉપર પટકાતા માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મંગલભાઈ જાદવને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ સ્ટ્રીમ સીરામીક નજીક રહેતો અનિલકુમાર નાયક નામનો ૩૨ વર્ષીય યુવાન પાવળીયારી કેનાલ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ગત મોડી રાત્રિના તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા બનાવની તપાસ ચલાવી રહ્યા છે






Latest News