મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીના રવાપર ગામે કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાઇ

મોરબી નજીકના રવાપર ગામે કામ દરમ્યાન મશીનમાં માથું આવી જવાથી ઇજાગ્રસ્ત મહિલાને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ સામે વેલકમ પ્રાઇડ નજીક રહેતી અને ત્યાં નજીકમાં ચાલતા બાંધકામમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જવાથી ચંપાબેન રાજેશભાઈ બારીયા નામની ૨૩ વર્ષીય મહિલાને ગંભીરપણે ઘવાયેલી હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ તેણીને રાજકોટ ખસેડવામાં આવેલ છે.બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા જીગ્નેશ પંકજભાઈ ઝાલા નામના ૨૪ વર્ષીય યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ સૂત્રો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યા મુજબ તેને તેના કાકા-કાકી દ્વારા ઇંટ વડે ફટકારવામાં આવતા જીગ્નેશ ઝાલાને ઇજાઓ થતા તેને સારવારમાં ખસેડાયો છે પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારના સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા દેવિકાબેન અરૂણભાઇ બોચિયા નામની ૨૧ વર્ષની મહિલાને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલી શિવ સોસાયટી પાસે રહેતા નસીમબેન ઇમરાનભાઈ અજાબ નામની ૩૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જવાથી ઇજાગ્રાસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકાના ખાખરાળા ગામે બાઈક લઈને જઇ રહેલા મહેશભાઈ આઈદાનભાઈ સવસેટા નામના ૩૦ વર્ષના યુવાનનું બાઈક ગામ નજીક કોઈ જનાવર સાથે અથડાતા વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્સ્ત થયેલા મહેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા મુક્તાબેન દેવશીભાઈ નારણીયા નામની ૬૩ વર્ષની મહિલા બાઇકમાં બેસીને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે બંધુનગર ગામ પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણા તાલુકાના સરવડ ગામે રહેતી રીનાદેવી સોનુભાઈ પાસ્વાન નામની ૩૨ વર્ષની મહિલાને વરડે કંપની પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને અત્રેની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી






Latest News