મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે


SHARE







મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે

મોરબીના સર્કિટ હાઉસ ખાતે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ કાલે સવારે મોરબીના સરિકીટ હાઉસ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના અધ્યક્ષ એડ. દીપક પરમારે જણાવ્યુ છે કેગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તથા એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોઠિયાની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમદાવાદ મુકામે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મુજબ જે વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસ્તી વ્યાપક પ્રમાણમાં હોય તે વિધાનસભા બેઠકમાં દલિતોના મતદારો નિર્ણાયક છે. જેને ધ્યાને રાખીને દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને અનુલક્ષીને મોરબી શહેર ખાતે પણ દલિત અધિકાર સત્યાગ્રહનું એક અગત્યની મિટિંગનું આયોજન કરેલ છે. જેમાં એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગનાનાં રાષ્ટ્રીય કોડીનેટર અને ગુજરાત પ્રભારી અનુસુચિત જાતિ વિભાગ રવિન્દ્ર દલવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ વિભાગ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા તેમજ મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને વાંકાનેરનાં ધારાસભ્ય પીરઝાદા ઉપસ્થિત રહેશે જેથી કરીને કાલે તા ૨/૯ ના રોજ સર્કિટ હાઉસના કોન્ફરન્સ હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મોરબી શહેરજીલ્લા અને તાલુકાનાં તમામ હોદેદારો તથા સામાજિક આગેવાનો કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે






Latest News