મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં હિસાબના રૂપિયા લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને કારખાનામાં માર મારનારા કારખાનેદાર સહિત છ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં હિસાબના રૂપિયા લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને કારખાનામાં માર મારનારા કારખાનેદાર સહિત છ સામે ફરિયાદ

મોરબીના પીપળી રોડ ઉપર રંગપર ગામે પાસે આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબના રૂપિયા લેવાના હતા જે લેવા માટે ગયો હતો ત્યારે કોન્ટ્રાક્ટર અને તેના ભત્રીજાને કારખાનેદાર અને તેના ભાઈએ માર માર્યો હતો તેમજ બીજા ચાર શ્ખ્સોએ તેના ઘરે જઈને તોડફોડ કરીને બાઇકને સળગાવી નાખ્યું હતું જેથી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં કારખાનેદાર સહિત છ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રંગપર ગામ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા કારખાનામાં ખુલ્લી તલવાર સાથે શનિવારે આંતક મચાવવામાં આવ્યો હતો અને જે બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાહેલા કારખાનાના માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી  અને હાલમાં સમાપક્ષેથી કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં રંગપર ગામે રહેતા રણદીપસિંગ પરમજીતસિંગ જટ્ટ જાતે સરદારજી (૪૧)એ હાલમાં કારખાનેદાર પ્રકાશભાઇ, પિન્ટુભાઇ, રજનીભાઇ, મંથનભાઇ, વિશાલભાઇ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને સ્પેન્ટાગોન સીરામીક કારખાનામા જનરેટરનો ઓપરેટર તથા સ્પેરપાર્ટનો કોન્ટાક્ટ રાખ્યો હતો જેના હિસાબના નવ લાખ રૂપિયા લેવાના હતા તે લેવા માટે ઓફિસે ગયેલ ત્યારે હિસાબના રુપિયા માગતા આરોપીઓને સારુ નહિ લાગતા પ્રકાશભાઈએ ડાબા પગમા તથા છાતીના ભાગે લાકડા વડે માર માર્યો હતો અને પિન્ટુભાઈએ ગાળો આપી હતી તેમજ ફરિયાદીના ભત્રીજા યોગેન્દ્રસિંગને પ્રકાશભાઈએ ધોકો માર્યો હતો અને પિન્ટુભાઈએ ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી ત્યાર બાદ તેના ઘરે આવીને બાકીના ચારેય આરોપીઓએ બહાર ઉભા રહીને પથ્થરના છુટા ઘા કરીને ઓફિસ અને મકાનની બારીઓના કાચ તોડી નાખ્યા હતા તેમજ એસી તોડી નાખ્યું હતુ અને બાઇક નંબર જીજે ૩૬ એબી ૬૭૭૫ તોડી નાખીને સળગાવી નાખ્યું હતું જેથી કરીને પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૪૩૫, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News