મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં લાખનો દારૂ મંગાવવાના ગુનામાં વધુ છ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં લાખનો દારૂ મંગાવવાના ગુનામાં વધુ છ આરોપીઓની ધરપકડ

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ મંગાવનારા મુખ્ય આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે એલસીબીની ટીમે આ ગુનામાં વધુ છ આરોપીની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર કરવામાં આવી હતી. ત્યારે આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી અને ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ હતી અને ટ્રકના ડ્રાઈવર સહિત પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને છેલ્લે દારૂનો જથ્થો મંગાવનારા મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાને એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમાની ટીમે પકડ્યો હતો અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૯ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે આ ગુનામાં વધુ છ આરોપીને પકડ્યા છે જેમાં પુષ્પરાજસિંહ ઉર્ફે પુસો શક્તિસિંહ જાડેજા (૨૮) રહે. અમૃત પાર્ક સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ મોરબી, પિયુષ દિલીપભાઈ ચાવડા (૩૦) રહે. ભૂમિ ટાવર વાળી શેરી વાવડી, ધર્મેશ ઉર્ફે ધમો હીરાભાઈ ચૌહાણ (૨૫) રહે. ભૂમિ ટાવર વાળી શેરી, વાવડી, સિંધેશ ઉર્ફે લાલો મુકેશભાઈ સિંધવ (૧૯) રહે. શનાળા, ડેનિષ કાંતિભાઇ મારવાણિયા (૨૬) રહે. રાજપર અને પ્રગ્નેશ નાગજીભાઈ ઘોડાસરા (૨૯) રહે. કેશવ પેલેસ બ્લોક નં ૧૦૧, રામસેતુ સોસાયટી રવાપર રોડ વાળાનો સમાવેશ થાય છે






Latest News