મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ


SHARE







મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સંકલન બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારે સીએમ ડેશ અંતર્ગત વિવિધ વિભાગોના પેન્ડિંગ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોએ ઝડપી જવાબ આપી આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા તાકીદ કરી હતી. વધુમાં એપ્રેન્ટિશિપ અંતર્ગત વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ-શ્રમ કાર્ડ અંગે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તથા વધુને વધુ મજૂરોના આશ્રમ કાર્ડ બનાવવામાં આવે તેવી તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન ઈ-શ્રમ કાર્ડ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં લમ્પી બાબતે પણ એક્ટિવ કેસ તથા રસીકરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ એએસપી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News