મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને  મળ્યો પા પા પગલી યોજનાઓ લાભ


SHARE







મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને  મળ્યો પા પા પગલી યોજનાઓ લાભ

આંગણવાડી કક્ષાએથી જ બાળકોમાં સુચારૂ શિક્ષણનું સિંચન થાય તથા સારા સંસ્કારો મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી પા પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ DPSEI અને ઘટક લેવલે TPSEI ની એક-એક કર્મચારીની નિમણુક કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પા પા પગલી યોજના હેઠળ કુલ ૭૬૧ આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં ૩ થી ૬ વર્ષના લાભાર્થી કુમાર ૯૭૮૧ અને કન્યા ૯૫૮૯ એમ કુલ ૧૯૩૭૦ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અન્વયે આ માટે ૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાના હેતુથી પા પા પગલી યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી બાળકો પાયાથી જ સારુ શિક્ષણ મેળવી ભાવિ ભારતના નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકશે.

આંગણવાડીમાં ૩ થી ૫ વર્ષના બાળકોને મળતા અનુભવો તેમના આગળના જીવન તેમજ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટેનો પાયો નખાય તે માટે આ યોજના ખૂબ મહત્વની છે. ૫ વર્ષ પછી બાળક આંગણવાડી છોડીને બાલવાટિકા (Preparatory Class) માં દાખલ થશે. આમ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો (૩-૫ વર્ષ) રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે. આ પ્રોજેક્ટ હેઠળ Gujarat Council of Education, Research & Training (GCERT) દ્વારા ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ તૈયાર કરી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યુ  છે. તાલીમ પામેલા નિષ્ણાતો દ્વારા સતત શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.






Latest News