મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાંથી શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને આવતા હોય છે અને શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વાત કરીએ તો કેશોદ તાલુકાના પાણીધ્રા ગામે આવેલ મોગલ ધામના આઈ માં (પાણીધ્રા) મોરબી નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને મહાદેવનું પૂજન અર્ચન તેઓએ કર્યું હતું અને સોમવારના દિવસે મહાદેવજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળતી હોય છે તે શોભાયાત્રામાં હાલમાં આઈ માં જોડાયા હતા આ તકે તેઓની સાથે મોરબી રાજપૂત સમાજના અગ્રણી દશુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ ત્રિવેદી અને લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) પણ શિવજીના દર્શન અને પૂજન કરવા માટે થઈને જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી






Latest News