મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ


SHARE







સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ અલૌકિક ભસ્મ આરતીનો લીધો દર્શનલાભ 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેર મધ્યે ચાવડી શેરી ખાતે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ગઈ કાલે સોમવારે ભસ્મ આરતી અને દીપ માળાનું આયોજન કરવામાં આવતાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન લાભ લીધો હતો.

વર્ષો જુના નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, શ્રાવણ માસનાં દરેક સોમવાર દરમ્યાન વિવિધ શણગાર સહિતનાં આયોજન કરવામાં આવે છે, ગઈકાલે સોમવારે દીપમાળા અને ભસ્મ આરતી યોજવામાં આવતાં આ અલૌકિક દર્શનનો ભાવિકો એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાભ લીધો હતો,  આયોજન સફળ બનાવવા તથા નિલકંઠ મહાદેવ મંદિરનાં સતત વિકાસ માટે આ વિસ્તારનાં લતાવાસીઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News