મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો


SHARE







વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે તળાવ કાંઠે મહિલા ન્હાવા માટે જતા હોય છે ત્યાંથી જેસીબીનો ડ્રાઇવર તેનું વાહન લઈને નીકળતા તેને રોકીને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન અને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને કુહાડી, ઘોકા અને પાવડા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા હરેશભાઈ જયંતીભાઈ સોલંકી (ઉંમર ૨૭) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવસિંહ બળુભા નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસિંહ જાડેજા અને માલદેવસિંહ ઉર્ફે માલુભા માઘુભા રહે. ત્રણેય કોટડા નાયાણી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, બળદેવસિંહ જાડેજાના જેસીબીનો ડ્રાઇવર તળાવના કાંઠેથી જેસીબી લઈન નીકળ્યો હતો ત્યારે ફરિયાદીના ઘરના ત્યાં નાહવા ધોવા માટે ગયા હતા તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નહીં લાગતા તેનું મન દુઃખ રાખીને બળદેવસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સો તેની પાસે આવ્યા હતા અને યુવાનને બળદેવસિંહે કુહાડી વડે માર માર્યો હતો તેમજ દેવુભાઈએ પાવડાથી અને માલદેવસિંહએ લાકડી વડે અને ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં સંજયભાઈ તેમજ જશુબેનને પણ પાવડા અને ધોકા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા હરેશભાઈ સોલંકીએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News