મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઠેરઠેર અભૂતપૂર્વક આવકાર


SHARE







મોરબી-માળીયા તાલુકામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઠેરઠેર અભૂતપૂર્વક આવકાર

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે યોગદાન આપવામાં હંમેશા તત્પર મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં ઘણા લોકોના કોરોનાની  સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાં હતા અને ત્યારે તેના પરિવારજનો તેની અંતિમ વિધિ અને અંતિમક્રિયા પણ સારી રીતે કરી શકયા ન હતા જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ ત્યારે સંકલ્પ કર્યો હતો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવદેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જે લોકોના પરિવારમાંથી તેમના સગા-સ્નેહીઓમાંથી કોઈ કોરોના સમયે અવસાન પામ્યા હોય તો દિવંગતના ફોટો તા. ૨૫/૮ સુધીમાં કાંતિભાઈનું કાર્યાલયઉમા ટાઉનશીપમોરબી-૨ ખાતે પહોંચતા કરવા માટે અનુરોધ કરેલ છે વધુ માહિતી માટે મો. ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મોરબી તેમજ માળીયા તાલુકાના ગામડાના લોકોને ગામેગામ જઈને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેની ટીમ સાથે રૂબરૂ આમંત્રણ આપવા માટે જય રહ્યા છે ત્યારે બંને તાલુકામાં ગામેગામ તેઓને અભૂતપૂર્વક આવકાર મળી રહ્યો છે






Latest News