મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનનો આજે સાંજ સુધીમાં ફેંસલો: વહીવટદાર


SHARE











વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનનો આજે સાંજ સુધીમાં ફેંસલો: વહીવટદાર

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવતી હતી તેની હરરાજી કરવામાં માટેની કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટેના કાયમી મેદાનને ટોકન ભાડે આપવા માટેની માંગ સાથે સોમવારથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે બીજી કોઇનુ પણ નામ લખ્યા વગર વાંકાનેરમાં પત્રિકા વાઇરલ કરવામાં આવી છે ત્યારે વિવાદિત મેદાન મુદે આજે સાંજ સુધીમાં ફેંસલો કરવામાં આવશે તેવું પાલિકાના વહિવતદારે જણાવ્યુ છે

વાંકાનેર પાલિકામાં ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેર પાલિકા ભાજપને કણાની જેમ ખૂંચતી હતી અને થોડા સમય પહેલા સરકાર દ્વારા વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે ત્યાર બાદ મેળાના મેદાનની હરરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકના તોતિંગ આવક થઈ હતી અને હવે ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન હરરાજી કરવા માટેનો પ્લાન કરવામાં આવ્યો છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી સોમવારથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને ત્યાર બાદ જે પાર્ટીઓ દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી છે તેની પાલિકાના વહીવટદાર દ્વારા મિટિંગ પણ બોલાવવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ ફાઇનલ નિર્ણય મેદાનને લઈને કરવામાં આવેલ નથી

ત્યારે આ મુદે વાંકાનેરના મામલતદાર અને પાલિકાના વહીવટદાર કાનાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, ઉત્સવના આયોજન માટે જે ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી જીતુભાઈ સોમાણીદીવાનપરા ગરબી મિત્રમંડળ અને મેહુલભાઈ ઠાકરાણી દ્વારા કરવામાં આવી છે તે તમામને બોલાવીને મેદાનની હરરાજી ન કરવી પડે તે માટે સમજાવવામાં આવ્યા છે અને પાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે ૫૦૦૦ ના ટોકન ભાવે આપવાની કોઈ નોંધ નથી જેથી કરીને પાલિકામાં ચૂંટાયેલી બોડી હોય તો તે નિર્ણય કરીને મેદાન ટોકન ભાડે આપી શકે છે જો કે, હાલમાં બોડી અસ્તિત્વમાં ન હોવાથી સરકારના નિયમ મુજબ જ મેદાનને ભાડે આપવાનું થાય છે જેથી ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવા માટેના મેદાન માટેનો આજે સાંજ સુધીમાં ફેંસલો કરવામાં આવશે






Latest News