મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જુમ્માભાઇ સુમરા ઉપપ્રમુખ-ડો. રૂક્મુદિન માથકિયાની મહામંત્રી તરીકે વરણી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જુમ્માભાઇ સુમરા ઉપપ્રમુખ-ડો. રૂક્મુદિન માથકિયાની મહામંત્રી તરીકે વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં તેઓ ઉપર ચોમેરથી શુભેચ્છાઓનો વરસી રહી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તેમજ ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના હસ્તે તેઓને નિમણૂકના લેટર આપવામાં આવેલ છે આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યાર પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા પ્રદેશના કાર્યકરી પ્રમુખની સાથે વાત કરીને મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે વનાળિયાના રહેવાસી જુમ્માભાઇ સુલેમાનભાઈ સુમરાની વરણી કરવામાં આવેલ છે તેમજ જિલ્લાના મહામંત્રી તરીકે વાંકાનેરના રહેવાસીન ડો. રૂક્મુદિન માથકિયાની વરણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, સલીકભાઇ પીરજાદા, મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ગુલામહુસેન પરાસરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જેથી કરીને કોંગ્રેસના નિષ્ઠાવાન અને મહેનતુ આગેવાનોને કોંગ્રેસના જિલ્લા સંગઠનમાં સ્થાન મળતા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે






Latest News