મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવવા નિવાસી તાલીમ વર્ગનું આયોજન


SHARE







મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવવા નિવાસી તાલીમ વર્ગનું આયોજન

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળો - આર્મીનેવીએરફોર્સઅર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય  કચેરી  મોરબી દ્વારા એક માસ રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન સંભવિત આગામી તા. ૫/૯/૨૦૨૨ ના રોજ શ્રી યુ.એન.મહેતા કોલેજ મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટે અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા. ૩/૯/૨૦૨૨ ના રોજ સવારના ૯.૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડમોરબી ખાતે કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

શૈક્ષણિક સંસ્થાઓએ સંપર્ક કરવો

મોરબી જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા સંભવિત આગામી ૫ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. નિવાસી તાલીમ વર્ગમં જોડાવનાર યુવાઓ માટે હોસ્ટેલક્લાસરૂમગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થાની જરૂરીયાત છે. જેથી રસ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ દિન-૭ (સાંત)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

વાંકાનેરમાં ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર-રાજકોટ હાઇવેતાલુકા સેવા સદન પાસેઆઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએતેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફઅધારકાર્ડબાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે






Latest News