મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની દુબઈમાં ઇનેટરનેશનલ કોચિંગની તાલીમ મેળવશે 


SHARE







મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની દુબઈમાં ઇનેટરનેશનલ કોચિંગની તાલીમ મેળવશે 

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસો.ના મુખ્ય કોચ તથા  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા આઇસીસી લેવલ ૩ માં પસંદગી થઈ છે.  જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે આઇસીસી લેવલ ૩ ની તાલીમ મેળવશે.  

આઇસીસી લેવલ ૩ અંગે વિગતે વાત કરીએ તો ગુજરાતમાં લેવલ ૩ ના કોચ ખુબ જ જુજ છે. જે ક્રિકેટ કોચિંગ સાયન્સ પર આધારિત છે. આ કોર્સમા બાયો-મિકેનિસનુરોઓર્થો અને મેચ દરમિયાન માથામાં થયેલી ઈજાઓમાં સારવાર કેમ  અપવીકોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેબે કોચના માર્ગદર્શન હેઠળ કઈ રીતે યોગ્ય સારવાર પ્રદાન કરવી તેનો અભ્યાસ કરવામાં આવે છે.  આ ઉપરાંત બાયો મિકેનિક્સની વાત કરીએ તો કોઈ ખેલાડીની રમતની પદ્ધતિમાં કઈ રીતે પરિવર્તન લાવવુશા માટે તેની રમતની પદ્ધતિને પરિવર્તિત કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ આ કોર્સમાં થાય છે. નોંધનીય છે કે આ સર્ટિફાઈડ કોર્સ પ્રાપ્ત કરનાર કોચ વિશ્વના કોઈપણ ખૂણે ક્રિકેટની ઇન્ટરનેશનલ ટીમના કોચ બનાવની લાયકાત ધરાવે છે.  

જે અંગે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહહિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો પણ મળતો રહ્યો છે અને તેઓએ મોરબીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નીખરી સકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય જે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિશાંત જાનીએ ઉમેશ પટવાલ જે એમના છેલ્લા ૧૪ વર્ષથી મેન્ટરીંગ કરે છે એવા એમના ગુરુ પણ ઇન્ટરનેશનલ ટીમ સાથે જોડાયેલા છે નિશાંત જાનીએ કહ્યું હતું કે તેઓ ઉમેશ પટવાલ સાથે સતત નવી ટેકનીક્સ શીખતા રહે છે અને મેન્ટરીંગ પણ કરતા રહે છે






Latest News