મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે યુવાન ઘરે ઓલઆઉટનું લિક્વિડ પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના રવાપર રોડે યુવાન ઘરે ઓલઆઉટનું લિક્વિડ પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેતો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઓલઆઉટનું લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં એજે કંપનીની પાછળના ભાગમાં રહેતો રાજેશભાઈ દિલીપભાઇ મકવાણા (૪૧) ગઇકાલે તેના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઓલઆઉટનું લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં તે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી છે અને આ બનાવની આગળની તપાસ એએસઆઈ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે

યુવતી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે રહેતી મેથેલીબેન લીંબાભાઇ માંડવીયા નામની ૧૫ વર્ષીય સગીરાને અજાણ્યા રીક્ષા ચાલક દ્વારા માર મારવામાં આવતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જેથી કરીને તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી ધાર્મિબેન જીતેન્દ્રભાઈ દારોદ્રા નામની સાડા ત્રણ વર્ષની બાળકીને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં રહેતા ચકુભાઇ બાવલભાઈ સોલંકી નામના ૫૫ વર્ષીય આધેળ મોરબી તેમના સંબંધીને ત્યાં આવ્યા હતા અને મોરબીથી ખોખરા હનુમાન જતા હતા ત્યારે રસ્તામાં કુળદેવી પાન પાસે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા અનિલ ગોવિંદભાઈ મકવાણા નામના ૩૯ વર્ષના યુવાનને તેના મિત્ર સાથે બોલાચાલી દરમિયાન ઉશ્કેરાટમાં થયેલ ઝપાઝપીમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.તે રીતે જ મોરબીના વીસીપરાની કુલીનગર વિસ્તારની શેરી નંબર-૧ માં રહેતી પૂજાબેન રાજેશભાઈ દેવીપુજક નામની ૧૯ વર્ષની યુવતીને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેણીને પણ સારવારમાં ખસેડવામાં આવી હતી.






Latest News