મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલ્યા: ઘોડાધ્રોઈ અને ડેમી-૩ છલકું છલકું


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલ્યા: ઘોડાધ્રોઈ અને ડેમી-૩ છલકું છલકું

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર અને ક્યાંક ક્યાંક ભારે વરસાદના કારણે જિલ્લાની હદમાં આવેલા લગભગ તમામ ડેમમાં પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં આવ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લાનો મચ્છુ-૩ ડેમ ભરાઈ ગયો હોવાથી મંગળવારે સવારે આ ડેમાં બે દરવાજાને અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને ઘોડાધ્રોઈ તેમજ ડેમી-૩ ડેમ પણ છલકું છલકું હોય નીચેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

સારા વરસાદના પગલે જિલ્લામાં વાવણી પણ સારી એવી થઇ ગયેલ છે અને તમામ વિસ્તારોમાં ખેતરોમાં હરિયાળા મોલ દેખાઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો કામે લાગ્યા છે. આભમાંથી કાચું સોનુ વરસ્યું છે ત્યારે ખેડૂતો હરખાઈ રહ્યા છે. ત્યારે મોરબીના મચ્છુ-૩ ના સેક્શન ઓફિસર બી.સી. પનારાના જણાવ્યા મુજબ ડેમમાં ૮૯૮ ક્યુસેક પાણીની આવક છે સામે બે દરવાજા અડધો ફૂટ ખોલીને એટલું જ એટલે કે ૮૯૮ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં ૨૧ ગામના લોકોને મચ્છુ નદીમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે તેવી જ રીતે આ જીલ્લામાં આવેલ ઘોડાધ્રોઈ ડેમ અને અને ડેમી-૩ ડેમ પણ છલકું છલકું છે જેથી કરીને ગમે ત્યારે આ બંને ડેમના દરવાજા ખોલવા પડે તેવી શક્યતા છે જેથી કરીને આ ડેમની નીચેના વિસ્તારમાં આવતા ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચન આપવામાં આવી છે






Latest News