મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હિંદુત્વવાદી નેતા કોણ ?: વાંકાનેરના સોશ્યલ મીડિયામાં પત્રિકા થઈ વાઇરલ, જીતુભાઈ સોમાણી ઉપર સીધું જ નિશાન


SHARE











હિંદુત્વવાદી નેતા કોણ ?: વાંકાનેરના સોશ્યલ મીડિયામાં પત્રિકા થઈ વાઇરલ, જીતુભાઈ સોમાણી ઉપર સીધું જ નિશાન

મોરબી જીલ્લામાં વાંકાનેરનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાના એરણ ઉપર છે અને હાલમાં વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી ગણેશોત્સવ અને નવરાત્રિ માટે ટોકન ભાડેથી મેદાન આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના સોશ્યલ મીડિયામાં હકીકતમાં હિંદુત્વવાદી નેતા કોણ ? લખીને એક નનામી પત્રિકા વાઇરલ કરવામાં આવી છે જેથી કોઈનું પણ નામ લખ્યા વગર જીતુભાઈ સોમાણી ઉપર સીધું જ નિશાન ટાંકવામાં આવ્યું છે

હાલમાં વાંકાનેરમાં જે પત્રિકા વાયરલ થયેલ છે જેમાં લખ્યું છે કે, વાંકાનેર વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવતી હતી અને આ સંસ્થાએ વર્ષો સુધી તેનુ સંચાલન કરેલ હતું ત્યારે પોતાના રાજકીય રોટલા શેકવા માટે વિશ્વ હિંદુ પરીષદ પાસેથી આ રથયાત્રા પડાવી લેવામાં આવી હતી શું આને હિંદુત્વવાદી નેતા કહેવાય ?, સને ૨૦૧૪ માં આ જ હિંદુત્વવાદી નેતાને જેની સાથે અંગત વાંધો હતો એને બદનામ કરવા માટે રથયાત્રા બંધ કરી હતી શું આને હિંદુત્વવાદી નેતા કહેવાય ?, આ વર્ષે બીજી રથયાત્રા અને બીજા મેળાનુ આયોજન કરીને હિંદુઓના ભાગલા પાડવાનું કાર્ય શું આને હિંદુત્વવાદી નેતા કહેવાય ?, નાગાબાવાના મેળાની જગ્યા મામુલી રકમે પોતાના મળતીયાઓના નામે આપી દેવામાં આવતી હતી અને મેળામાંથી નાગાબાવાની શેહ શરમ કે બીક રાખ્યા વગર મોટી રકમનો નફો રળી લેવામાં આવતો હતો આવી રીતે ભગવાનના મેળામાંથી પૈસા ખાનારને હિંદુત્વવાદી નેતા કહેવાય ?, જ્યાં વર્ષોથી આરએસએસની શાખા લાગતી હતી તે ગ્રાઉન્ડ અને સંઘ કાર્યાલય નગરપાલિકાના માધ્યમથી પડાવી લેનારને શું તમે હિંદુત્વવાદી નેતા કહેશો ?, કિશન ભરવાડ માલધારીની વિધર્મી દ્વારા હત્યા થઈ ત્યારે પણ જુદી રેલી કાઢીને હિંદુઓના ભાગલા કર્યા હતા તો શું આને હિંદુત્વવાદી નેતા કહેશો ?, હાલમાં જ્યારે ગણેશઉત્સવની ઉજવણી માટે ત્રણ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા આરએસએસના ગ્રાઉન્ડની માંગણી કરેલ ત્યારે વહીવટદાર હિંદુ હોવાના નાતે સમજાવે છે કે બધા ભેગા મળીને સંયુક્ત રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરો તો તેને ધર્મના નામે ગ્રાઉન્ડની હરરાજી કરો છો એવુ કહીને સમગ્ર હિંદુ સમાજને ગેરમાર્ગે દોરનાર નેતાને શું હિંદુત્વવાદી નેતા કહેશો ? અને હાલમાં આ કહેવાતા હિંદુત્વ વાદી નેતાના હાથમાંથી નગરપાલિકા છીનવાઈ ગઈ છે ત્યારે શું પોતાનું રાજકીય અસ્તિત્વ જાળવવા માટે લોકોને ગેરમાર્ગેદોરીને હિંદુઓના ભાગલા પાડવા માટે આ બધી જ પ્રવૃતિ કરવામાં આવી રહી છે કે શું ? તેવા સવાલ સાથે હાલમાં આ પત્રિકાને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી છે જેથી કરીને આગામી દિવસોમાં વાંકાનેરના રાજકારણમાં નવાજૂની થાય તો નવાઈ નથી






Latest News