મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ભાજપ શાસિત પાલિકાએ શહેરને નર્કાગાર કરી નાખ્યું: મહેશ રાજ્યગુરૂ


SHARE







મોરબીની ભાજપ શાસિત પાલિકાએ શહેરને નર્કાગાર કરી નાખ્યું: મહેશ રાજ્યગુરૂ

મોરબી શહેર ને નગરપાલિકા ના ચૂંટાયેલ ભાજપના સદસ્યોની અણ આવડતના કારણે મોરબી શહેર હાલ નર્કાગારમાં ફેરવાઇ ગયું છે જ્યાં જુઓ ત્યાં ઉભરાતા ગટરના ગંદા પાણી, અંઘકાર, રોડ રસ્તા ઉપર મસમોટા ખાડા, પીવાના પાણીમાં ગટરના પાણીની મિલાવટ જેથી કરીને લોકો ભાજપ શાસિત નગરપાલિકાથી ત્રાહિમામ પોકારી ગયા છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ કહ્યું છે

મોરબીની પ્રજાને ચૂંટણી સમયે ભાજપના આગેવાનોએ મોરબીની ભોળી પ્રજાને વચન આપેલ કે અમોને બાવને બાવન સીટ ઉપર વિજેતા બનાવી આપો અમે મોરબીને પેરિસ બનાવશું એવી ગુલબાગ ફેંકનાર આગેવાનો આજ કેમ ચૂપ છે આજ મોરબી શહેરને નગરપાલિકાએ નર્કાગારમાં ફેરવી નાખેલ છે  ભ્રષ્ટાચાર મજા મૂકી છે જ્યારે અંદરો અંદરના સદસ્યના અને  પદાધિકારી અને અધિકારી ટકાવારીની ગોઠવણ  કરવામાંથી  ફ્રી થાય તો પ્રજાના પ્રશ્નો સાંભળેને છેલ્લા ઘણા સમયથી પ્રજા પોતાના પ્રશ્નોને  લઇ પાલિકા જતી પણ  અટકી ગઈ છે કારણ કે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સાંભળનારા પણ કોઈ હોતા નથી હોય છે તો તેમને કામ કરવાની દાનત નથી હોતી ખાલી આશ્વાસનો આપી પ્રજાને  રવાના કરી દેવામાં આવે છે અને  પાલિકાના પદાઘિકારી અને અઘિકારીઓ મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા માટે કામગીરી કયારે કરશે તે સવાલ છે જો પાલિકાના ચૂંટાયેલા મહિલા સભ્યના પતિ સહિતના લોકોને પાલિકામાં નગરપાલિકા હાય હાય કરવું પડે તો લોકોને શું સુવિધા મળતી હશે તે સૌથી મોટો સવાલ છે






Latest News