મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીના જેતપરમાં યુવાન ઉપર હુમલો થતાં ગ્રામજનો-વિહિપ લાલઘૂમ: કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના જેતપર ગામે યુવાન ઉપર નજીવી વાતમાં છરી અને ધોકા વડે હુમલા કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાર બાદ જેતપરના ગ્રામજનો અને મોરબી વિહિપ દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર આપીને આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના જેતપર ગામે પટેલ યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને જેતપર ગ્રામ પંચાયત તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં ગ્રામજનોએ કલેકટર અને એસપીને આવેદન આપ્યું હતુ અને યુવાન ઉપર હુમલો કરનારા આરોપીઓ નદીમાંથી ખનીજ ચોરી કરીને ગામમાં ગેરકાયદે પેશકદમી કરી રહ્યા છે તેમજ આ શખ્સો હુમલા કરવાની ટેવવાળા છે. તેમજ આ શખ્સોએ જાહેર જગ્યાએ આંગણવાડી પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન ખડકીને ભાડે આપી છે. આ શખ્સોએ નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરી ખેડૂતોને જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. જેથી કરીને યુવાન ઉપર હુમલો કરનારા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

વિહિપની રજૂઆત

મોરબીના જેતપરમાં કરવામાં આવેલ હુમલાના પગલે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કલેકટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માથાભારે તત્વોની છાપ ધરાવતા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે જેથી કરીને આ શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી વિહિપ દ્વારા પણ માંગ કરવામાં આવી છે






Latest News