મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ૧૧ જુગારી ૧૪,૪૬૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબી-વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ૧૧ જુગારી ૧૪,૪૬૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૧ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪,૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસેની શેરીમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (ઉમર ૪૨) અને ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (ઉમર ૪૮) જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૧૨૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં વિદ્યુતનગર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિશનભાઈ સવજીભાઇ કુવરિયા (૨૨), વિજયભાઈ રમેશભાઈ ગોસ્વામી (૧૯), સુનિલ દીપકભાઈ મોરવડીયા (૨૦), સન્ની ઉર્ફે ચનો મનુભાઈ કોળી (૨૨), અશ્વિનભાઈ ગંગારામભાઈ જોટાણીયા (૨૦) અને સુરેશગીરી સુખદેવગીરી ગોસ્વામી (૨૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૫૬૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે દિનેશભાઈ સોમાભાઈ વીરસોડિયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જીતેશભાઈ નાનજીભાઈ દલસાણીયા (ઉંમર ૨૧)મિતેશભાઇ રવજીભાઈ સોલંકી (ઉમર ૨૮) અને દિનેશભાઈ ઉર્ફે દીલો સોમાભાઈ વિરસોડિય (ઉંમર ૪૨) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૬૭૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News