મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







હળવદમાં બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો

હળવદમાં શ્રીજી હોસ્પિટલ સામે રોડ ઉપર બાઈકને ટ્રેલર ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજયું હતું અને અન્ય યુવાનને ઇજાઓ થયો હોવાથી તેને સારવારમાં ખેડાયો હતો હાલમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ ટ્રેલર ચાલક સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ શ્રીજી હોસ્પિટલની સામે રસ્તા ઉપરથી રણજીતભાઈ ગોરધનભાઈ સુરેલા (ઉંમર ૨૨) અને તેનો મિત્ર વિક્રમ લાભુભાઈ બહાપીયા જાતે કોળી (ઉંમર ૨૨) બાઈક નંબર જીજે ૩૬ એન ૮૨૭૭ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલર નંબર આરજે ૩૬ જીએ ૫૩૪૯ ના ચાલકે તેઓના બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં વિક્રમભાઈ બહાપીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું.જ્યારે રણજીતભાઈ સુરેલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માતના આ બનાવમાં સારવાર લીધા બાદ રણજીતભાઈ સુરેલાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના બગથળા ગામે સ્કૂલે જઈ રહેલ જયપાલ રતિલાલભાઈ મકવાણા નામના આઠ વર્ષીય બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે રહેતો વિવેક પ્રવીણભાઈ કલોત્રા જાતે ભરવાડ નામનો ૧૭ વર્ષીય યુવાન પોતાના પિતા સાથે બાઈકમાં બેસીને દૂધ આપવા માટે જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News