મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ઇકો ફ્રેન્ડલી કંકોત્રી: મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાંદલ પ્રસંગે કર્યું ઘરે ઘરે તુલસી ક્યારાનું આયોજન


SHARE







ઇકો ફ્રેન્ડલી કંકોત્રી: મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાંદલ પ્રસંગે કર્યું ઘરે ઘરે તુલસી ક્યારાનું આયોજન

એક બાજુ કોંકરેટના જંગલ વધી રહ્યા છે ત્યારે પર્યાવરણનું જતન કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરીને ઘણા લોકો વૃક્ષા રોપણને પ્રોત્સાહન મળે તેવું આયોજન કરતાં હોય છે આવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તેના પતિ દ્વારા તેઓના ઘરે આગામી દિવસોમાં રાંદલ પ્રસંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટેની લોકોને કંકોત્રી આપવામાં આવી છે તે કંકોત્રી ઇકો ફ્રેંડલી બનાવવામાં આવી છે

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખના જાનકીબેન તેમજ મોરબી ભાજપના યુવા અગ્રણી અને જય અંબે સેવા ગ્રુપ થકી મોરબીમાં જાણીતા તેઓના પતિ જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા દ્વારા આંગણે આવેલા પ્રસંગમાંથી લોકોને પણ પ્રેરણા મળે તે રીતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા તેમજ તેના પત્ની જાનકીબેન દ્વારા આ વાત તેના પિતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલાને કહેવામા આવી હતી જેને તેઓએ પણ સ્વીવકારી હતી જેથી કરીને કૈલા પરિવારના આંગણે આગામી તા ૨૮ ના રોજ રાંદલ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેના માટેની કંકોત્રી તૈયાર કરવામાં આવી છે અને આ કંકોત્રી હાલમાં લોકોને આપવામાં આવી રહી છે જે ઇકો ફ્રેંડલી કંકોત્રી છે

આગામી રવિવારને તા ૨૮ ના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ ન્યુ એરા સ્કૂલની બાજુમાં રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે કૈલા પરિવાર દ્વારા રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન અને જીજ્ઞેશભાઈ કૈલાની દીકરી રાગી તેમજ રીટાબેન અને અમિતભાઈ કૈલાના દીકરા જૈનમના રાંદલ માતાજીની પધરામણીના શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદનું આયોજન આમંત્રિત મહેમાનો માટે કરવામાં આવ્યું છે જેના માટેની કંકોત્રીના કવરને ત્રણ થી  ચાર દિવસ પાણીમાં રાખવામા આવ્યા બાદ તે અંકુરિત થયેલ પત્રિકાને ખાડો કરીને માટીમાં રાખવામા આવશે તો તેમાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે આમ કંકોત્રીની સાથે પર્યાવરણનું પણ જતન થાય અને ઘરે ઘરે તુલસીના કયારા બને તેવું આયોજન કૈલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે




Latest News