મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેઇટ ટાવરને લાઇટિંગ સુશોભિત કરીને કાયમી માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકાર્પણ કર્યો


SHARE







મોરબીના નહેરુ ગેઇટ ટાવરને લાઇટિંગ સુશોભિત કરીને કાયમી માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકાર્પણ કર્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ ક્ષેત્રે બેમિસાલ કામગીરી બદલ મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં કરોડોની ગ્રાન્ટ થકી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ૧૮ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.

મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ શો થકી દિપી ઉઠ્યો છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર મોરબીમાં શ્રેષ્ઠપ્રદર્શન માટે ગર્વની લાગણી પણ વ્યક્ત હતી. વધુમાં તેમણે તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મોરબીના વિકાસ કામો માટે પ્રત્યેક વોર્ડને રૂપિયા પાંચ લાખ એમ કુલ રૂપિયા પાંસઠ લાખની ફાળવણી કરી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

મોરબીના નહેરુ ગેઇટ લાઈટિંગ શો, નહેરુ ગેઇટ થી દરબાર ગઢ ચોક સુધી પેવર બ્લોક, ૧૬ નવી આંગણવાડી, લીલાપર રોડ પાણીની લાઈન, ૨ સ્મશાન ભઠ્ઠી, સાંસ્કૃતિક હોલ, ૬૦૦૦ એલ.ઈ.ડી. લાઈટ, ઈ-પ્રગતિ સોફ્ટવેર વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના તાલે મંત્રી ઝૂમી ઉઠ્યા હતાં. આ તકે કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, અગ્રણી લાખાભાઈ જારીયા, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, કે.કે. પરમારા સહિતના આગેવાનો અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News